સમર્પણ ધ્યાન
સમાજમાં અનેક ધ્યાન પધ્ધતિ જોવા મળે છે, આ બધામાં સમર્પણ ધ્યાન એ એકદમ સરળ પધ્ધતિ છે .ધ્યાન એટલે વર્તમાનમાં રહેવું. ધ્યાન એટલે પોતાના શારિરિક અસ્તિત્વને ભૂલાવી ઇશ્વર સાથે એકાકાર થવું. જ્યાં ભૂતકાળ અને ભવિષ્યના કોઇ વિચાર ના સતાવે ત્યારે મન નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત કરે છે. પરંતુ આ નિર્વિચાર સ્થિતિ ધ્યાન નથી પણ ધ્યાન ની શરુઆત છે.
પાતાંજલીનાં યોગસુત્ર મુજબ સાતમું પગથિયું ધ્યાન અને આઠમું પગથિયું
એ સમાધી અવસ્થા છે. તેથી સામાન્ય મનુષ્યને ધ્યાન કરવું મુશ્કેલ લાગે
છે.પરંતુ સમર્થ સદગુરુ પોતાના તપોબળ અને કૃપાદ્રષ્ટિ માત્ર થી સાધકને
લીફ્ટ કરીને સીધા સાતમાં પગથીયે લઇ જાય છે.
સદૃગુરુ સ્વામી શિવકૃપાનંદજી આવા
જ સમર્થ જીવંત સદૃગુરુ છે. જે આજે એકવીસમી સદીમાં સબકા માલિક એક અને
વસુધૈવ કુટુંબકમ્ ની ભાવના મનુષ્યમાં જગાવી રહ્યા છે. તેમના દ્વારા
પ્રેરિત સમર્પણ ધ્યાન- આજ વિચારો ઉપર આધારિત છે.
સમર્પણ નો અર્થ થાય સર્વસ્વ અર્પણ
કરવું. આ સર્વસ્વમાં બધુંજ આવી જાય,બધું એટલે આપણો અહંકાર, આપણા વિચારો,
આપણા દોષો. આ ધ્યાન પધ્ધતિ ધર્મથી પરે છે,જેને વિશ્વના અનેક દેશો ના લોકોએ
અપનાવી છે. જો આ ધ્યાન સાધના સંપૂર્ણ સમર્પણ ભાવથી કરવામાં આવે તો
નિર્વિચાર સ્થિતિ જલ્દી પ્રાપ્ત કરી શકાય છે. જો આપણે આપણા સદૃગુરુ
પ્રત્યે પૂર્ણ સમર્પણ ભાવ રાખીયે તો સદૃગુરુ જે ઇશ્વરની શક્તિ ના જીવંત
માધ્યમરુપ છે, તે આપણે સહેલાઇ થી પરમાત્માની અનુભૂતિનો આનંદ મેળવી શકીયે
છીએ. જે વિશ્વચેતના વિશ્વના કણકણમાં વ્યાપ્ત છે. જે પ્રમાણે ફૂલ ની
સુગંધને શબ્દોમાં નથી વર્ણવી શક્તા તેજ પ્રકારે ઇશ્વરીય અનુભૂતિનો આનંદ
શબ્દો થી પરે છે.
આપણે જે પરમાત્માને બહાર ના વિશ્વમાં શોધીએ છીએ વાસ્તવમાં આ પરમાત્મા આપણી
અંદર જ સમાયેલ છે. કસ્તુરી મૃગની જેમ શાશ્વત સુખનો ખજાનો આપણી અંદર હોવા
છતાં આપણે તેને બાહર ગોતીએ છીએ.જરુરત છે આપણી અંદર જોવાની. આ આનંદને
સહેલાઇથી મેળવવાનો માર્ગ છે સમર્પણ ધ્યાન- જે અનુભૂતિનો માર્ગ છે, જે
અંતરની યાત્રા છે,એક એવી યાત્રા જે સ્થૂળ થી સૂક્ષ્મ તરફ દોરી જાય છે.
પરમાત્મા સાથે એકાકાર થવું ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી આપણે શરીરનું
અસ્તિત્વ ભૂલીને પોતાને એક શુધ્ધ અને પવિત્ર આત્મા તરીકે નથી ઓળખતા.
વેબસાઇટ:
www.shivkrupanandji.org
www.babaswamipublications.com
ધ્યાન કેન્દ્ર
સામુહિકતામાં
ધ્યાન કરવું વધુ લાભદાયી છે. આ ઉદેશ્યથી જ દરેક ગામ, શહેર,અને દેશમાં અનેક
ધ્યાન કેન્દ્ર ચાલે છે, જ્યાંજ્યાં સમર્પણ ધ્યાનનો વિસ્તાર થયો છે.
સ્વામીજી કહે છે હજાર દિવસ એકલા ધ્યાન કરવું અને હજારલોકો સાથે એક દિવસ
ધ્યાન કરવું સમાન છે. સામુહિકતામાં ધ્યાન કરવાથી આપણે આપણા દોષો જેટલી
ઝડપથી દૂર કરી શકીએ છીએ તેટલી ઝડપથી એકલામાં આ દોષો દૂર કરતાં વાર લાગે
છે. આમ સામુહિક્તામાં ધ્યાન કરવાથી આપણે આપણા ઉપરજ ઉપકાર કરીએ છીએ. જેમ
શરીરના એંજીનને ચલાવવા માટે ભોજનરુપી પેટ્રોલની આવશ્યક્તા છે,તેમજ આત્મા
માટે ધ્યાનરુપી પેટ્રોલની આવશ્યક્તા છે.
ઘણા
કેન્દ્રો તો દરરોજ ચાલે છે, અને અમુક કેન્દ્રો અઠવાડિયામાં એક દિવસ ચાલે
છે. નવા સાધકો જ્યાં સમર્પણ કેન્દ્ર ચાલે છે ત્યાં જઇ ધ્યાન શીખી શકે છે
અને બાકીના દિવસે ઘરે રહીને નિયમિત ધ્યાન સાધના કરી શકે છે.
આ
સમર્પણ ધ્યાન કેન્દ્રો વિષે વધુ જાણકારી મેળવવા મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા,
કેરળ, કલકતા, હિમાચલ પ્રદેશ ના આચાર્ય તેમજ મહા-આચાર્યનો સંપર્ક કરી
માહિતી મેળવી શકાય છે.Contact by :(facebook profile)SAMARPAN MEDITATION" FAMILY , its FREE and anyone can JOIN
શારિરિક સ્તર પર : જેમ
જેમ આપણી ધ્યાનની સ્થિતિ સારી થતી જાય છે તેમ તેમ શરીરની રોગ-પ્રતિકારક
શક્તિમાં વધારો થતો જાય છે અને શરીરની બધી બીમારીઓ દૂર થતી જાય છે.
માનસિક સ્તર પર : ધ્યાન
કરવાંથી માનસિક સમસ્યા જેમકે તાણ, ભય, ચિંતા,આત્મગ્લાની ની ભાવનાઓ અને
લઘુતાગ્રંથિથી છુટકારો મળે છે. આપણું મન ભૂતકાળની ઘટનાઓ થી અને ભવિષ્યની
ચિંતાઓ થી મુક્ત થાય છે.આપણે વર્તમાનમાં ખુશી અને શાંતીપૂર્ણ જીવન નો આનંદ
મેળવીએ છીએ.
સામાજીક સ્તર પર : આપણે
જીવનમાં સમાધાન, સંતોષ, શાંતી અને આનંદ નો અનુભવ કરીએ છીએ અને જે પણ કાર્ય
કરીએ છીએ તે પૂર્ણ શાંતી થી કરીએ છીએ અને સફળ પણ થાઇએ છીએ. આપણી આર્થિક
સ્થિતિ સુધરે છે, આપણે પૂર્ણતા અને સ્થિરતાનો અનુભવ આપણી અંદરજ કરીયે છીએ.
આપણા પારિવારીક તેમજ સામાજીક સંબંધોમાં મધુરતા આવે છે.
આધ્યાત્મિક સ્તર પર : ધ્યાન
દ્વારા આપણે નિર્વિચાર અવસ્થા પ્રાપ્ત કરીએ છીએ અને પોતાની આત્માના ચૈતન્ય
ની અનુભૂતિ નો આનંદ માણીએ છીએ. આમ ધીરે ધીરે આપણી આધ્યાત્મિક પ્રગતિ તરફ
વધતાં પરમાત્માની કૃપામાં આત્મસાક્ષાતકાર ની પ્રાપ્તિ કરીએ છીએ.
અજબ-ગજબ છે આ નેટની દુનિયા…
સાચે જ અજબ-ગજબ છે આ નેટની દુનિયા…નેટની દુનિયામાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ માણવા જેવી હોય છે. કોણ કઈ દ્રષ્ટિથી આવી દુનિયાનો ઉપયોગ કરે છે એ વ્યક્તિની પ્રકૃતિ પર આધારિત છે.બાકી એક થી એક ચડિયાતાઆજકાલ સૌથી વધારે ચર્ચામાં છે સોનિયા અને મનમોહન..આ બંનેના અનેક કાર્ટૂન્સ ફેસબુક પર જોવા મળે છે.. જે પૈકીના કેટલાક આપની સેવામાં રજુ કરીએ છીએ…
જુઓ અને રવિવારની રજાનો આનંદ માણો…
સુવિચાર
- અવસરની પ્રતિક્ષામાં ન બેસો, આજનો અવસર સર્વોત્તમ છે
- ધન ન હોય તો કાંઈ નહી, ધનિક હ્રદય હોય એટલે બસ.
- જેવું અન્ન તેવું મન, જેવું ચિંતન તેવું જીવન.
- જો તમે ઇચ્છતા હોવ કે લોકો તમારી બડાઈ કરે તો તમે તમારા મોઢે તમારી બડાઈ ન કરો.
- જેમ અજવાળું કરો તો પડછાયો પડે જ છે, એમ કામ કરો તો ભૂલ પણ થઈ શકે છે.
- સતત પડતી પાણીની ધાર જેમ મજબૂત પથ્થરને તોડી નાખે છે તેમ ક્ષમાનું સાતત્ય સામી વ્યકિતના પ્રચંડ પણ ક્રોધને ખતમ કરી નાખે છે.
- માનવમાં જ્યારે નીડરતા પાંગરે છે ત્યારે સિદ્ધિ તેના હાથમાં રમે છે.
- સત્કાર્યો કરવા માટે જે પોતાના જીવનમાં સમય નથી કાઢતો, એને સમય જીવનમાંથી કાઢી નાખે છે.
-
- જ્ઞાનનું ધ્યેય સત્ય છે અને સત્ય આત્માની આવશ્યકતા છે.
- સેવાનો આધાર પૈસો નથી, પરંતુ હૃદય અને ઈચ્છા છે.
- જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે ,
પરંતુ તે દરેકનો એક રસ્તો હોય છે.અને એ રસ્તો એને જ મળતો હોય છે જેનો ચહેરો સદાય હસતો હોય છે
- સત્ય’ અને ‘ઈશ્વર’ જો ભિન્ન હોય તો હું માત્ર ‘સત્ય’ને વળગી રહું.
ગીત ભજન
તમે મન મુકીને વરસ્યા અમે જનમ જનમના તરસ્યાતમે મુસળધારે વરસ્યા અમે જનમ જનમના તરસ્યાહજારે હાથે તમે દીધુ પણ જોળી અમારી ખાલીજ્ઞાન ખજાનો તમે લુટાવ્યો અમે રહ્યા અજ્ઞાનીતમે અમૃત રુપે વરસ્યા તમે મન મુકીને વરસ્યા અમે.......સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવાપ્રેમની જ્યોતી તમે જલાવી આતમ ઉજ્જવળ કરવાતમે સુરજ થઈ ચમક્યા અમે અંધારામાં ભટક્યાતમે સાગર થઈને ઉમટયા અમે કાંઠે આવી અટક્યા
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો.
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો,
દીન-દુખિયાનાં આંસુ લો’તાં, અંતર કદી ન ધરાજો…મારું જીવન અંજલિ થાજો.
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી, અમૃત ઉરનાં પાજો…મારું જીવન અંજલિ થાજો.
વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો,
હૈયાનાં પ્રત્યેક સ્પંદને, તારું નામ રટાજો…મારું જીવન અંજલિ થાજો.
વમળોની વચ્ચે નૈયા મુજ, હાલક્ડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો, ના કદી ઓલવાજો…મારું જીવન અંજલિ થાજો. ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો,
દીન-દુખિયાનાં આંસુ લો’તાં, અંતર કદી ન ધરાજો…મારું જીવન અંજલિ થાજો.
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી, અમૃત ઉરનાં પાજો…મારું જીવન અંજલિ થાજો.
વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો,
હૈયાનાં પ્રત્યેક સ્પંદને, તારું નામ રટાજો…મારું જીવન અંજલિ થાજો.
વમળોની વચ્ચે નૈયા મુજ, હાલક્ડોલક થાજો,
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!
વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા
વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા
દુર્બુદ્ધિને દૂર કરી સદ્ બુદ્ધિ આપો
મમ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
ભુલો પડી ભવરણે ભટકું ભવાની,
સુઝે નહીં લગીર કોઇ દિશા જવાની
ભાસે ભયંકર વળી મનના ઉતાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
આ રંકને ઉગરવા નથી કોઇ આરો
જન્માંધ છું જનની હું ગ્રહી હાથ મારો
ના શું સુણો ભાગવતી શિશુનાં વિલાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
મા કર્મ જન્મ કથની કરતાં વિચારું
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું
કોને કહું કઠણ યોગ તણો બળાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
હું કામ, ક્રોધ ,મદ,મોહ થકી છકેલો
આડંબરે અતિ ઘણૉ મદથી બકેલો
દોષો થકી દુષિત ન કરી માફ પાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
ના શાસ્ત્રનાં શ્રવણ નુ પયપાન કીધું
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
રે રે ભવાની બહુ ભૂલ થૈ જ મારી
આ જિંદગી થઇ મને અતિશે અકારી
દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો
બ્રહ્માંડમાં અણુ અણૂ મહીં વાસ તારો
શક્તિનાં માપ ગણવા અગણિત માપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો
ખોટો ખરો ભગવતી પણ હું તમારો
જડ્યાંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
શીખે સુણે રસિકચંદ જએક ચિત્તે
તારા થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે
વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
શ્રી સદગુરુનાં ચરણમાં રહીને યજું છું
રાત્રિ દિને ભગવતી તુજને નમું છું
સદભક્ત સેવક તણા પરિતાપ છાપો;
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
અંતર વિષે અધિક ઉર્મી થતાં ભવાની
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃગાણી
સંસારના સકળ રોગ સમૂળ કાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો
ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી.
ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી.
મારાં પાપ ભર્યાં છે એવાં, હું ભૂલ્યો કરવી સેવા,
મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઇ પાર નથી…ઓ કરુણાના કરનારા,
હે પરમ કૃપાળુ વ્હાલા,મેં પીધા વિષનાં પ્યાલા,
મારા જીવન રક્ષણહારા, તારી કરુણાનો કોઇ પાર નથી…ઓ કરુણાના કરનારા,
હું અંતરમાં થઇ રાજી, ખેલ્યો છું અવળી બાજી,
અવળી-સવળી કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી…ઓ કરુણાના કરનારા,
ભલે છોરૂં કછોરૂં થાયે, તું માવતર કહેવાયે,
મીઠી છાયા દેનારા, તારી કરુણાનો કોઇ પાર નથી…ઓ કરુણાના કરનારા,
મને મળતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો,
મારા સાચા ખેવનહારા, તારી કરુણાનો કોઇ પાર નથી….ઓ કરુણાના કરનારા,
છે જગનું જીવન ઉદાસી, તારે ચરણે લે અવિનાશી,
રાધાના દિલ રમનારા, તારી કરુણાનો કોઇ પાર નથી…ઓ કરુણાના કરનારા,
ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી.
ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી.
મારાં પાપ ભર્યાં છે એવાં, હું ભૂલ્યો કરવી સેવા,
મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઇ પાર નથી…ઓ કરુણાના કરનારા,
હે પરમ કૃપાળુ વ્હાલા,મેં પીધા વિષનાં પ્યાલા,
મારા જીવન રક્ષણહારા, તારી કરુણાનો કોઇ પાર નથી…ઓ કરુણાના કરનારા,
હું અંતરમાં થઇ રાજી, ખેલ્યો છું અવળી બાજી,
અવળી-સવળી કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી…ઓ કરુણાના કરનારા,
ભલે છોરૂં કછોરૂં થાયે, તું માવતર કહેવાયે,
મીઠી છાયા દેનારા, તારી કરુણાનો કોઇ પાર નથી…ઓ કરુણાના કરનારા,
મને મળતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો,
મારા સાચા ખેવનહારા, તારી કરુણાનો કોઇ પાર નથી….ઓ કરુણાના કરનારા,
છે જગનું જીવન ઉદાસી, તારે ચરણે લે અવિનાશી,
રાધાના દિલ રમનારા, તારી કરુણાનો કોઇ પાર નથી…ઓ કરુણાના કરનારા,
પ્લોટ અને રસ્તાઓ
પ્લોટના આકાર અને ફળ
જમીન – પસંદગી
વાસ્તુ અને વાસ્તુપુરૂષ
વાસ્તુ પરિચય
સમય | Time Management
વૃક્ષો અને સિંહ (સિંહ બચાવો, વૃક્ષ બચાવો) >> ટૂંકીવાર્તા
કહેવત વાર્તા — ‘જે ન કરે દેવ, તે કરે વૈદ’
સોનેરી સુવિચાર – 3
જીવનના પત્થર, કાંકરા અને ધૂળ
માતા પિતાની છત્રછાયા
હયાત માત-પિતાની છત્ર છાયામાં
વ્હાલપનમાં બે વેણ બોલીને, નીરખી લેજો,
હોઠ અડધા બિડાય ગયા પછી…
ગંગાજળ મૂકીને શું કરશો?
અંતરના આશીર્વાદ આપનારને
સાચા હ્રદયથી એક ક્ષણ ભેટી લેજો
હયાતી નહિ હોય ત્યારે નત મસ્તકે
છબીને નમન કરીને શું કરશો……..? Continue reading
વ્હાલપનમાં બે વેણ બોલીને, નીરખી લેજો,
હોઠ અડધા બિડાય ગયા પછી…
ગંગાજળ મૂકીને શું કરશો?
અંતરના આશીર્વાદ આપનારને
સાચા હ્રદયથી એક ક્ષણ ભેટી લેજો
હયાતી નહિ હોય ત્યારે નત મસ્તકે
છબીને નમન કરીને શું કરશો……..? Continue reading
Posted in ગુજરાતી સુવિચાર, સુવિચાર
Leave a comment
જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો…
- “કેમ છો” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.
- શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
- કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
- બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
- કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
- મહેણું ક્યારેય ન મારો.
- કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.
- ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે, ઉધારી કરવા માટે નહીં.
- રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.
- નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.
- *દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં. Continue reading
Posted in ઝીંદગી, સુવિચાર
Leave a comment
તો કેટલું સારું હોત….
એકવાર માણસે કોયલને પૂછ્યું કે
હે કોયલ તારામાં કાળાસના હોય તો
તું કેટલી સારી હોત?
એકવાર માણસે સાગરને પૂછ્યું કે
હે સાગર તારામાં ખારાશ ન હોત તો
તું કેટલો સારો હોત?
વળી, એકવાર તેણે ગુલાબને પૂછ્યું કે
હે ગુલાબ તારામાં કંટક ન હોત તો
તું કેટલું સરસ હોત?
આ સાંભળી કોયલ, સાગર અને ગુલાબ ત્રણેય એક સાથે બોલી ઉઠ્યા….
હે માનવ!!! તારામાં બીજાના દોષ જોવાની કુટેવ ના હોત તો
તું કેટલો સારો હોત?
હે કોયલ તારામાં કાળાસના હોય તો
તું કેટલી સારી હોત?
એકવાર માણસે સાગરને પૂછ્યું કે
હે સાગર તારામાં ખારાશ ન હોત તો
તું કેટલો સારો હોત?
વળી, એકવાર તેણે ગુલાબને પૂછ્યું કે
હે ગુલાબ તારામાં કંટક ન હોત તો
તું કેટલું સરસ હોત?
આ સાંભળી કોયલ, સાગર અને ગુલાબ ત્રણેય એક સાથે બોલી ઉઠ્યા….
હે માનવ!!! તારામાં બીજાના દોષ જોવાની કુટેવ ના હોત તો
તું કેટલો સારો હોત?
Posted in ગુજરાતી સુવિચાર, સુવિચાર
Leave a comment
ગુજરાતમાં ક્યાંનું શું વખાણાય છે?
”ગુજરાતમાં ક્યાંનું શું વખાણાય છે? ”
અમદવાદના મસ્કાબન, કટિંગ ચા, મકરસંક્રાતિ
જો તમે ગુજરાતી છો કે પછી ગુજરાતમાં છો તો પછી નીચેની ફેમસ આઈટમ ખાવાનું ચુકતા નહિ.
સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ,
હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ,
પાંચ કૂવાની ફૂલવડી,
લક્ષ્મી બેકરીની પેટિસ,
શ્રી રામના ખમણ,
ઓનેસ્ટના ભાજી-પાંવ,
મોતી બેકરીની નાનખટાઇ,
ચંદ્ર વિલાસના ફાફડા જલેબી,
સૌરાષ્ટ્રના ફાફડા, Continue reading
અમદવાદના મસ્કાબન, કટિંગ ચા, મકરસંક્રાતિ
જો તમે ગુજરાતી છો કે પછી ગુજરાતમાં છો તો પછી નીચેની ફેમસ આઈટમ ખાવાનું ચુકતા નહિ.
અમદાવાદ
સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ,સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ,
હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ,
પાંચ કૂવાની ફૂલવડી,
લક્ષ્મી બેકરીની પેટિસ,
શ્રી રામના ખમણ,
ઓનેસ્ટના ભાજી-પાંવ,
મોતી બેકરીની નાનખટાઇ,
ચંદ્ર વિલાસના ફાફડા જલેબી,
સૌરાષ્ટ્રના ફાફડા, Continue reading
Posted in ગુજરાતમાં વખાણતો નાસ્તો
2 Comments
Here I am sitting in my office @ night…
Here I am sitting in my office @ night…
Thinking hard about life
How it changed from a maverick collage life to strict professional life……
How tiny pocket money changed to huge monthly paychecks
But then why it gives less happiness….
How a few local denim jeans changed to new branded wardrobe
But then why there are less people to use them
Continue reading
Thinking hard about life
How it changed from a maverick collage life to strict professional life……
How tiny pocket money changed to huge monthly paychecks
But then why it gives less happiness….
How a few local denim jeans changed to new branded wardrobe
But then why there are less people to use them
Continue reading
Posted in Uncategorized
Leave a comment
ચાલો થોડું હસી લઈએ…
પોલીસ (રાકેશને) : ‘અમને એવા વાવડ મળ્યા છે કે તમે તમારા ઘરમાં વિસ્ફોટક સામગ્રી રાખી છે.’
રાકેશ : ‘સાહેબ, આપની બાતમી એકદમ બરાબર છે, પરંતુ હમણાં તે પિયર ગઈ છે !’
**********
હોટલમાં એક ભાઈ વેઈટરને ખુજલી કરતા જોઈ રહ્યો હતો.
એ ભાઈએ વેઈટરને બોલાવીને પૂછ્યું : ‘ખરજવું છે ?’
વેઈટરે કહ્યું : ‘મેનુકાર્ડમાં લખ્યું હશે તો ચોક્કસ મળશે !’
**********
Continue reading
રાકેશ : ‘સાહેબ, આપની બાતમી એકદમ બરાબર છે, પરંતુ હમણાં તે પિયર ગઈ છે !’
**********
હોટલમાં એક ભાઈ વેઈટરને ખુજલી કરતા જોઈ રહ્યો હતો.
એ ભાઈએ વેઈટરને બોલાવીને પૂછ્યું : ‘ખરજવું છે ?’
વેઈટરે કહ્યું : ‘મેનુકાર્ડમાં લખ્યું હશે તો ચોક્કસ મળશે !’
**********
Continue reading
Posted in હસી મજાક
Leave a comment
BEST DAYS OF LIFE
1. On being Late:
“Kab shuru hui class?”“Attendance ho gayi kya??”
“Kal raat der tak gappe marte rahe yaar”
“Aab nind nahi khuli to mein kya karu……… bolna ……. kal kya
padaya tha isne”
“Ek page de na………. abey pen bhi to de, nahi to kisse
likhunga…….”
” koi subah kaise aa sakta hai……..”
“wo bhi iss class ke liye ”
2. During the lecture:
“Yesss!!!! Sirrr…….The answer is……..huuuummmmm…….aaaaaaaa………….”
“No sir…..I know the answer ……sir….”
“Saala apne aapko Newton samajta hai”
“Abe lecture ko maar goli….. Anjali kya lag rahi hai aaj……..”
“Uski tshirt pe kya likha hai dekh”
“Uske bagal mein nahi baith sakta tha kya…….gadha…….”
Continue reading
Posted in ઝીંદગી, સુવિચાર, હસી મજાક
Leave a comment
Missing those days
I Want To Go Back To The Time
Posted in Uncategorized, ઝીંદગી, સુવિચાર
Leave a comment
જીવતા શીખો
આ તો જીવન છે, જીવતા શીખો….
સંબંધોમાં પડેલી દરારોને સીવતા શીખો….
ઘણીવાર આપી જાય છે, નાની નાની ભૂલો પણ વેદના,
દુઃખોને પણ જીવનમાં વેઠતા શીખો….
આ તો જીવન છે, જીવતા શીખો…
ઘણી ઈચ્છા હોય છે, ઘણું મેળવવાની પણ બધું મળતું નથી,
જે કંઈ મળી રહે તેમાં જ સંતોષતા શીખો,
દુઃખી ઘણાય છે અહીં ને દુઃખોના ઘણા સ્વરૂપ છે,
કહેવું એટલું જ છે કે, “ખુશ રહેતા શીખો”.
આ તો જીવન છે, જીવતા શીખો.
સંબંધોમાં પડેલી દરારોને સીવતા શીખો….
ઘણીવાર આપી જાય છે, નાની નાની ભૂલો પણ વેદના,
દુઃખોને પણ જીવનમાં વેઠતા શીખો….
આ તો જીવન છે, જીવતા શીખો…
ઘણી ઈચ્છા હોય છે, ઘણું મેળવવાની પણ બધું મળતું નથી,
જે કંઈ મળી રહે તેમાં જ સંતોષતા શીખો,
દુઃખી ઘણાય છે અહીં ને દુઃખોના ઘણા સ્વરૂપ છે,
કહેવું એટલું જ છે કે, “ખુશ રહેતા શીખો”.
આ તો જીવન છે, જીવતા શીખો.
Posted in ગુજરાતી કવિતા, ગુજરાતી સુવિચાર, સુવિચાર
Leave a comment